મકાનની કિંમત પેટે આપેલી રકમની ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 45)

એક ભાઇએ મકાન વેચાણ લેવા માટે સોદો કર્યો છે અને એની કિંમત કરી થોડું બાનું આપી બાનાખત પણ કરેલ છે, પરંતુ મકાનનું ટાઇટલ ચોખ્ખું ન હોવાથી તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે, હજુ સુધી દસ્તાવેજ થયો નથી અને રકમ પણ પૂરેપૂરી દસ્તાવેજ ન થવાના કારણે જ આપી નથી, ઝબાની લે–વેચ ગવાહો સાથે થયેલ છે, તો મકાનનો સોદો થઇ ગયા પછી કિંમત તરીકે ચૂકવવામાં આવેલ રકમની ઝકાત આપવી લાઝિમ નથી અને મકાનની બાકી કિંમત પેટે જમા રકમની ઝકાત પણ લાઝિમ નથી, કારણ કે મકાન ખરીદીના કર્ઝમાં મશગૂલ છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૯ર)

Log in or Register to save this content for later.