હઝરત ઉમ્મે હબીબહ (રદિ.)ની મહેર.

Chapter : મહેરનું વર્ણન

(Page : 307)

સવાલ(૪૭૯–૮૯ ):–ઉમ્મતની માંઓમાથી હઝરત ખદીજા (રદિ.)અને હઝરત ઉમ્મે હબીબહ (રદિ.) અને હઝરત આયશા (રદિ.) ની મહેર જણાવશો, આજકાલના ભાવ મુજબ કેટલા રૂપિયા થાય છે ? હઝરત ફાતિમા (રદિ.)ની મહેર પણ બતાવશો.

જવાબ(૪૭૯–૮૯):–હઝરત ઉમ્મે હબીબહ (રદિ.)ના સિવાય સઘળી પુનિત બીબીઓની તથા સર્વે સાહબઝાદીઓ (લડકીઓ) ની મહેર પ૦૦/– અંકે પાંચસો દિર્હમ ચાંદી એટલે ૧૩૧ એક તૃત્યાંઉશ તોલા વઝન ચાંદી થઈ જે લગભગ એક કિલો પાંચસો ગ્રામ થશે,તેના રૂપિયા બજારમાં જે થાય તે ગણાશે.

                હઝરત ઉમ્મે હબીબહ (રદિ.)ની મહેર ૪૦૦૦ અંકે ચાર હજાર દિર્હમ હતી,જે હબશાના બાદશાહે આપી હતી,જેમકે હદીષ શરીફમાં છે કે હઝરત અબૂસલમા (રદિ.) એ,હઝરત આયશા સિદ્દીકા (રદિ.) ને સવાલ કર્યો કે હુઝૂર (સ.અ.વ.) ની મહેર કેટલી હતી ? ઉત્તર આપ્યો કે પ૦૦/– અંકે પાંચસો દિર્હમ ચાંદી હતી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

( મિશકાત શરીફ,ર૭૭  )

Log in or Register to save this content for later.