Chapter : ઓરત અને હજનો સફર
(Page : 263)
સવાલ(૩૭૭–૭):– હું મારી સાવકી સાસુ સાથે હજ્જ માટે જવા ઈચ્છુ છું, જેમની ઉંમર ૬૦ વર્ષની છે, તો શરીઅતની રૂએ હજ્જ અદા થશે કે નહિં ?
જવાબ(૩૭૭–૭):– તમો તમારી સાવકી સાસુના મહરમ લેખાશો નહિં, કારણ કે તમારી સગાઈ એવી નથી કે જેથી નિકાહ હરામ થાય,માટે તેણી તમારી સાથે હજ્જ કરી શકતી નથી,તેણી માટે ધણી અથવા મહરમનું સાથે હોવું શર્ત છે,ભલે તેમની ઉમર ગમે તેટલી હોય ! હનફી સરણીમાં સ્ત્રીઓનો સંગાત કાફી નથી,મકરૂહ હોવા છતાં દર્શાવેલ સંજોગોમાં અત્યંત એહતિયાત સહિત તેણીને લઈ જશો તો હજ્જ અદા થઈ જશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૪૬૪ થી ૪૬પ. હિદાયાઃ ૧/ર૩૩)
Log in or Register to save this content for later.