શાદીમાં વેવાર લેવો.

Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો

(Page : 300)

સવાલ(૪૬૩–૭૩):  લોકો શાદીમાં જે વેવાર લે છે (બે માણસ બેસી જે પૈસા લખે છે) તે લોકોને ખવડાવવાના પૈસા લેવા કેવા છે? અને આજ કાલ તો લોકો વલીમામાં મંડપ નીચે વેવાર લખતા નથી પણ ઘરમાં છોકરીના હાથમાં આપે છે યા તો છોકરાને અથવા છોકરાની વાલિદાને આપે છે મતલબ કે વલીમામાં પણ લોકો પૈસા લે છે, તો આ પૈસા શરીઅતમાં જાઈઝ છે કે નહિં?

જવાબ(૪૬૩–૭૩):–   શાદી, ગમી વિગેરેમાં વેવાર લેવો દેવો મના છે, બિન મુસ્લિમોની પ્રથા છે અને એક પ્રકારનું કર્ઝ છે, જો પરત કરવામાં આવે નહિં તો દિલમાં મેલ ઉપસ્થિત થાય છે,લિલ્લાહ (વેવારની લાલચ વગર ) ખવડાવવામાં આવે, ખુશીથી કોઈ બક્ષિસ આપે તો વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.