Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 277)
સવાલ(૪૧૩–ર૩):–એક મુસલમાન ભાઈએ એક મુસલમાન સ્ત્રી સાથે ઝિના કર્યો છે,અને પછી મજકૂર ઓરતની છોકરી સાથે જ મજકૂર ભાઈએ ઝિના કર્યો,હવે મજકૂર પુરૂષ મજકૂર સ્ત્રીની મજકૂર છોકરી સાથે શાદી કરવા ચાહે છે,તો આ રીતે આ છોકરી સાથે નિકાહ થઈ શકે ?
જવાબ(૪૧૩–ર૩):–ઉપરોકત પુરૂષના નિકાહ પોતાની મઝનિયહ (ઝિના કરેલ સ્ત્રી) ની છોકરી સાથે હરામ છે,અને છોકરી સાથે ઝિના કરવાથી તેણીની માં પણ હરામ થઈ ગઈ; હનફી સરણીમાં જેમ નિકાહથી હુર્મતે મુસાહરત (સાસરી સગાઈ) સાબિત થાય છે,તેવીજ રીતે ઝિના (વ્યભિચાર) થી પણ સાબિત થશે,એટલે પરણિત સ્ત્રીની માં–બેટી નિકાહ કરવાથી હરામ છે,મઝનિયહ (ઝિના કરેલ સ્ત્રી) ની માં–બેટી પણ હરામ છે,સારાંશ કે નિકાહ દુરૂસ્ત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૩૦૯. શામીઃ ૪/૧૦૭)
Log in or Register to save this content for later.