વકફના માલ વડે હજ્જ કરાવવી.

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 265)

સવાલ(૩૮૪–૧૪):–  અમારા ગામનાં પેશ ઈમામે ઘણાં વર્ષ સુધી ગામની ખિદમત કરી છે,પેશ ઈમામ સા. કહે છે કે મને મસ્જિદની જમીન અને મિલકતમાંથી હજ્જ પઢવા માટે પૈસા આપો,તો શું એ જાઈઝ છે ?

જવાબ(૩૮૪–૧૪):– મસ્જિદની કે બીજી વકફ મિલકતમાંથી હજ્જ પઢવા માટે પેશઈમામને હજ માટે પૈસા આપી ન શકાય,એ ખિયાનત લેખાશે,જો આપવામાં આવશે તો ઝમાન (વળતર) ભરવું પડશે,ગામવાસીઓ એના માટે ઉઘરાણું કરીને હજ્જ પઢાવી શકે છે,પેશ ઈમામે સવાલ કરવો જાઈઝ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.    (આલમગીરીઃ૧/ર૧૭)

Log in or Register to save this content for later.