Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 285)
સવાલ(૪ર૭–૩૭):–ફાતિમા,મોટી બહેન છે તેણીના બે છોકરા છે, અને આયશા,નાની બહેન છે,તેણીને એક છોકરી છે,આયશાને બીમારી હોવાના કારણે આયશાની છોકરીએ ફાતિમાંનુ (માસીનું) દૂધ પીધું તો આયશાની છોકરી દૂધની સગાઈના લઈને ફાતિમાના બન્નેવ છોકરાઓ માટે હરામ થઈ જશે ?
જવાબ(૪ર૭–૩૭):–દૂધશરીક ભાઈ–બહેનની સગાઈ હોવાથી ફાતિમાના બન્નેવ છોકરાઓ સાથે આયશાની છોકરીના નિકાહ હરામ થઈ જશે,એક જ સ્ત્રીના (માંના) ભાઈ–બહેન લેખાશે,જેથી પરસ્પર નિકાહ બાતલ ઠરશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૦પ)
Log in or Register to save this content for later.