Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 286)
સવાલ(૪૩૦–૪૦):–સલ્માને સલીમ સાથે ઘણી જ મહોબ્બત છે, સલ્માએ ખુદાને હાજિર નાઝિર સમજી પોતાની જાતને સલીમના હવાલે કરી દીધી અને કહયું કે મને તમારી બીવી બનાવી રાખશો,મેં તમને મારી જાત બક્ષી દીધી છે, ખુદા આપણાં બન્નેવનો ગવાહ છે,હું આપ સાથે આખી જીંદગી પુરી કરીશ, પરંતુ સલ્માના પિતા તેના નિકાહ બીજા સાથે પઢાવવા માંગે છે,તો શું બીજા માણસ સાથે નિકાહ થઈ શકે છે ? સલ્માને તેના માં–બાપ બળજબરીથી બીજા સાથે નિકાહ કરાવવા માંગે છે,તો શરીઅતની રૂએ નિકાહ થઈ શકે ? બીજા સાથે જો નિકાહ કરે અને તેનાથી ઔલાદ પૈદા થાય તો કેવી કહેવાશે ?
જવાબ(૪૩૦–૪૦):–જો સલ્માએ સલીમને બે ગવાહો સમક્ષ યુવાનીમાં નિકાહની નિય્યતથી પોતાની જાત બક્ષી દીધી હોય અને સલીમે તે જ બેઠકમાં બે સદરહુ ગવાહોની રૂબરૂ કબૂલ કર્યુ હોય તો એ નિકાહ દુરૂસ્ત લેખાશે,એટલે તલાક લીધા વિના બીજા સાથે તેણીના માં–બાપ નિકાહ કરાવી શકતા નથી, જો કરાવશે તો એ બીજા નિકાહ રદ બાતલ ઠરશે,અને ઔલાદ હરામ લેખાશે, અને જો બે ગવાહો સામે જાત બક્ષી ન હોય તો એ નિકાહ દુરૂસ્ત નથી,એના માં–બાપ તેણીની મરજીથી સલીમ સિવાય બીજા સાથે પણ નિકાહ પઢાવી શકે છે, બળજબરીથી નિકાહ કરાવી શકતા નથી,યુવાન છોકરીની રજા લેવી જરૂરી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(હિદાયાઃર/૩૦૬તથા૩૧૩–૩૧૪.શામીઃ૪/૮૭.આલમગીરીઃ૧/ર૬૭–ર૬૮)
Log in or Register to save this content for later.