માં–બાપ તરફથી હજ્જે બદલનો હુકમ.

Chapter : હજ્જે બદલના અહકામ

(Page : 260)

સવાલ(૩૭૧–૧):– એક માણસ પોતાના મર્હૂમ મા–બાપ માટે હજ્જે બદલ પઢવા માટે પોતાના સગા પૈકી બહેન અને બનેવીને કે જેઓ આર્થિક હાલતે ગરીબ છે,તેઓને હજ્જે બદલ કરવા મોકલવાનો ઈરાદો રાખે છે,શરીઅતના અમૂક જાણકારોને પુછતાં એવુ કહે છે કે તેઓ ગરીબ હોય તેમના ઉપર હજ્જ ફર્ઝ નથી,માટે હજ્જે બદલ પઢી શકે છે તો એનો ખુલાસો લખશો.

જવાબ(૩૭૧–૧):– હજ્જે બદલ કરાવી શકો છો,પરંતુ અફઝલ આ છે કે બનતાં સુધી હજ્જે બદલ માટે એવા માણસને મોકલવામાં આવે કે જેઓએ પોતાની હજ્જ કરી હોય,જે માણસે હજ્જ ન કરી હોય એવા માણસને હજ્જે બદલ માટે મોકલવું મકરૂહ છે. ફકત અલ્લાહપાક  વધુ જાણનાર છે.

(શામીઃ ૪/ર૧. ઈમ્દાદુલ મુફતીનઃ ર/૪૯૯)

Log in or Register to save this content for later.