મહેરની મર્યાદા.

Chapter : મહેરનું વર્ણન

(Page : 307)

સવાલ(૪૭૮–૮૮ ):–એક મુસ્લિમ હોવાની રૂએ બાપ પોતાની છોકરીની શાદી માટે છોકરાવાળાઓ પાસેથી શું શું માગી શકે ? વધારેમાં વધારે અને ઓછામાં ઓછી કેટલી મહેર રાખી શકાય ?

જવાબ(૪૭૮–૮૮ ):–ઓછામાં ઓછી મહેર દસ દિર્હમ વઝન ચાંદી એટલે ૩૦ ગ્રામ અથવા બજારપીઠે તેની ચાલુ કિંમત થાય. વધુ મહેરની હદ નકકી નથી,પરંતુ વધુ મહેર,ઈઝઝત અને મોટાઈની વાત નથી, એમ હોય તો હુઝૂર (સ.અ.વ.) પોતાની પુનિત બેટીઓની મહેર વધુ રાખતે, ફાતમી મહેર પ૦૦/– અંકે દિર્હમ વઝન ચાંદી લગભગ ૧પ૦૦ ગ્રામ અથવા તેની જેટલી કિંમત થાય. ફકત  ખુદાપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૩૦ર)

Log in or Register to save this content for later.