ભાણેજના નિકાહ પિતરાણ માસી સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 272)

સવાલ(૪૦૧–૧૧):–મારી શાદી મારી સગી ફોઈની છોકરી સાથે થઈ છે, અને એ છોકરી મારી વાલિદહના કાકાની છોકરી એટલે કે મારી માસી છે, બહેન અને માસીનો સંબંધ થાય છે,તો શું એનાથી મારા નિકાહ જાઈઝ છે કે નહિં ?

જવાબ(૪૦૧–૧૧):–દર્શાવેલ છોકરી સાથે થયેલ નિકાહ દુરૂસ્ત છે, પિતરાણ માસી હોવાના લઈને નિકાહમાં કંઈ વાંધો આવશે નહિં, સગી માસી તથા સાવકી માસી (બાપ એક માં અલગ અલગ) અથવા મતરાઈ માસી (માં એક બાપ અલગ અલગ) ત્રણેવ પ્રકારની હરામ છે, પિતરાણ માસી મુહર્રમાત (જે સ્ત્રીઓ સાથે નિકાહ હંમેશા હરામ હોય તે) માંથી નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ ૪/૧૦૩)

Log in or Register to save this content for later.