બે સાવકી બહેનો સાથે નિકાહ.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.

(Page : 284)

સવાલ(૪ર૪–૩૪):–એક માણસના નિકાહમાં ઘણાં વર્ષથી એક સ્ત્રી છે, હવે તે સ્ત્રીની સાવકી બહેને એટલે બાપ એક અને માં જુદી બનેવીને પોતાની જાત બક્ષિ દીધી છે,જેના કોઈ ગવાહ પણ નથી,મજકૂર સાવકી બહેન ત્રણથી ચાર મહિનાથી બનેવી સાથે સોહબત કરાવે છે તો આ માટે તેની ઓરત (પત્નિ) માટે શું હુકમ છે ?

જવાબ(૪ર૪–૩૪):–સાવકી સાળીના નિકાહ બનેવી સાથે બાતિલ છે, દુરૂસ્ત લેખાશે નહિં, કારણ કે બે બહેનોને,સગી હોય કે સાવકી હોય નિકાહમાં ભેગી કરવી હરામ છે,જેમકે કુર્આનમાં છે ”વ અન તજમઉ બય્નલ ઉખ્તૈન” અર્થાત બે બહેનોને નિકાહમાં ભેગી કરવી હરામ છે.

                વળી નિકાહમાં ઈજાબ અને કબૂલના સમયે બે ગવાહો શર્ત છે, જેથી ગવાહો વિના સ્ત્રીના જાત બક્ષવાથી નિકાહ દુરૂસ્ત થશે નહિં, સારાંશ કે આ નિકાહ શરઈ વીધીસર થયા જ નથી,આથી છુટાછેડા લેવાની જરૂરત નથી, સાળી કોઈ પણ જાતના વાંધા વિના બીજા નિકાહ કરી શકે છે, બનેવીએ રાખવી અને છુટી ન કરવાથી સખ્ત ગુનેહગાર થઈ અઝાબને પાત્ર થશે. અને સંભોગ ઝિના લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૧૧પ તથા ૧૧૬. આલમગીરીઃ ૧/ર૭૭)

Log in or Register to save this content for later.