Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 293)
સવાલ(૪૪૬–પ૬):–એક મુસલમાન પોતાની બાલિગ દુખ્તર (છોકરી) ને બિન મુસ્લિમ સાથે શાદી કરાવે અને કોઈ પણ પ્રકારની નારાજગીના બદલે ખુશીથી આવી શાદીમાં શરીક થાય,તો આવી શાદી શરીઅતની રૂએ જાઈઝ છે ? શાદી થયા પછી બિન મુસ્લિમ પતિથી બાળક થાય તો તે બાબતે શરીઅતનો શું હુકમ છે ? આવી શાદી કરાવનાર બાપ શરીઅતની રૂએ કેટલા અંશે જવાબદાર છે ? અને શરીઅતની રૂએ એવા માણસ અંગે શું હુકમ છે ?
જવાબ(૪૪૬–પ૬):–આવા નિકાહ બિલકુલ દુરૂસ્ત નથી, હરામ અને બાતિલ લેખાશે. દિકરીનો બાપ બદ્દીન અને સખ્ત અઝાબના પાત્ર ઠરશે, ઈમાન જવાનો ભય છે,(ખુદાની પનાહ) વાલીએ આવી શાદીની રજા આપવી જોઈએ નહિં. બલ્કે એવા લગ્ન (નિકાહ ફસ્ખ) રદ કરાવવા જોઈએ. એવા બિન મુસ્લિમ બાપથી જન્મેલ બાળક હરામી લેખાશે,પરંતુ જો બાળક ગુઝરી જાય તો માતાના તાબે સમઝી એની જનાઝાની નમાઝ પઢવામાં વાંધો નથી.
ઉપરની વ્યકિત માટે કુફ્રનો ફત્વો (હુકમ) લાગુ પડશે નહિં,બદ્દીન (ફાસિક) ગણાશે. એવો માણસ મરી જાય તો એની નમાઝે જનાઝહ પઢી કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શર્હે અકાઈદઃ૧૬૭)
Log in or Register to save this content for later.