બિનમુસ્લિમ સગર્ભા સ્ત્રી સાથે નિકાહ.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 273)

સવાલ(૪૦૩–૧૩):–એક મુસ્લિમ છોકરાને બિનમુસ્લિમ છોકરી સાથે પ્રેમ હતો, મજકૂર છોકરાએ છોકરી સાથે વ્યભિચાર કર્યો હતો જેના કારણે છોકરી બે–પાંચ મહીનાથી સગર્ભા છે,હવે મજકૂર છોકરીને મુસલમાન બનાવી વ્યભિચાર કરનાર છોકરા સાથે નિકાહ કરી આપવા જાઈઝ છે ?

જવાબ(૪૦૩–૧૩):–મજકૂર છોકરી મુસલમાન થઈ જાય તો તેણી સાથે નિકાહ પઢવા જાઈઝ અને ઘણું જ સારૂ કાર્ય છે,અને તેણી સાથે સંભોગ પણ કરી શકે છે,કારણ કે હમલ તે જ માણસનો છે,પાંચ માસના હમલથી કંઈ ઉણપ ઉત્પન્‍ન થતી નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.  (હિદાયાઃ ર/૩૧૦)

Log in or Register to save this content for later.