Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 270)
સવાલ(૩૯પ–પ):–મારી ઓરત ગુઝરી ગઈ,જેથી મર્હૂમાના ભાઈ (મારા સાળાભાઈ) તેમની છોકરીના નિકાહ કરાવવા તૈયાર છે,સગાઈની રૂએ હું ફુવાજી અને છોકરી ભત્રીજી થતા હતાં,તો મરનાર ઓરતની ભત્રીજી સાથે નિકાહ થઈ શકે છે કે કેમ ?
જવાબ(૩૯પ–પ):–સાળાની છોકરી (મરનાર ઓરતની ભત્રીજી) જો તમારી મહરમ (જેની સાથે હંમેશા નિકાહ હરામ છે) ન હોય તો નિકાહ કરવામાં કંઈ વાંધો નથી, સગી ભત્રીજી તથા સગી ભાણેજ સાથે નિકાહ હરામ છે,એવી જ રીતે સગી ફોઈ–ભત્રીજીને એકી સાથે નિકાહમાં રાખવી હરામ છે, ફોઈના મૃત્યુ પછી તેણીની સગી ભત્રીજી સાથે નિકાહ કરવામાં વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૪/૧૧૭, હિદાયાઃ ર/૩૦૭+૩૦૮)
Log in or Register to save this content for later.