Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 287)
સવાલ(૪૩૩–૪૩):–છોકરી લંડનમાં છે,માં–બાપ રાંદેરમાં છે,અને છોકરો લાજપૂરમાં છે,હવે લંડનથી છોકરીની શાદી માટેની રજા કેવી રીતે મંગાવવી તે પછી અહિંયા છોકરાના નિકાહ કેવી રીતે પઢાવવા ?
જવાબ(૪૩૩–૪૩):–છોકરી લંડનથી પોતાના બાપને વકીલ બનાવી મજકૂર છોકરા સાથે નિકાહ પઢાવી આપવા પોતાની મંજુરી (રજા) ભરોષાપાત્ર તરીકે લખી મોકલાવે, ત્યાર પછી અહિં મજલિસમાં તેણીનો બાપ એટલે વકીલ તેણી તરફથી ઈજાબ કરે અને દુલ્હો કબૂલ કરે એ સમયે બે ગવાહોનું હાજર હોવું જરૂરી છે,અને આમ મજલિસમાં આવી રીતે નિકાહ પઢવું બેહતર લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૯૧)
Log in or Register to save this content for later.