Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 271)
સવાલ(૩૯૭–૭):–એક માણસ એક સ્ત્રી સાથે શાદી કરે છે, મજકૂર માણસ પોતાની આગલી પત્નિથી જન્મેલ છોકરાના નિકાહ,મજકૂર પત્નિના આગલા ઘરની છોકરી સાથે કરે તો એ નિકાહ જાઈઝ છે ? મજકૂર છોકરો અને છોકરી ભાઈ–બહેન બની શકે કે નહિં ?
જવાબ(૩૯૭–૭):–મજકૂર પ્રકારના નિકાહ જાઈઝ છે, એમાં કોઈ વાંધો નથી,કુર્આનેપાક અને હદીષ શરીફમાં જેઓ સાથે લગ્ન કરવાની મનાઈ આવી છે તે પૈકી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૧૭. આલમગીરીઃ ૧/ર૭૭. સૂરએ નિસાઃ ર૪)
Log in or Register to save this content for later.