નિકાહ વખતે દુલ્હાને કલિમાં ન પઢાવવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 287)

સવાલ(૪૩૧–૪૧):–નિકાહ વખતે દુલ્હાને પાંચ કલિમાં પઢાવવા તથા દુઆએ કુનૂત પઢાવવું તથા ત્રણ વખત કબૂલાત કરાવવી જરૂરી છે.અને જો કોઈ એમ ન કરે તો તેના નિકાહ થતા નથી,એમ શરીઅતની રૂએ સાબિત હોય તો લખશો.

જવાબ(૪૩૧–૪૧):–ઉપરોકત કથન ખોટુ છે,કોઈ સનદથી સાબિત નથી, નિકાહમાં પાંચ કલેમાં અને દુઆએ કુનૂત શર્ત નથી, તેમજ ત્રણવાર કબૂલાત પણ જરૂરી નથી, એકવાર કબૂલાતથી દુરૂસ્ત થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ફતાવા દારૂલ ઉલૂમઃ૭/પ૪  ઈમ્દાદુલ ફતાવાઃર/ર૩૬)

Log in or Register to save this content for later.