Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 276)
સવાલ(૪૧૦–ર૦):–એક ભાઈના બે છોકરા છે, છોકરાના કાકાની છોકરી સાથે મોટા છોકરાની શાદીની વાત રજૂ કરી,જેને કાકીએ નકારી દીધી,આથી છોકરાની વાલિદાએ કસમ ખાધી કે મારા મરણ પછી તમો નાના છોકરા સાથે તે છોકરીની શાદી કરશો નહિં, જો તમો તે છોકરી સાથે શાદી કરશો તો તમને હું કયામતના દિવસે પકડીશ,તો શું મજકૂર શાદી કરવાથી ગુનોહ લાગુ પડશે ? અને તે શાદી થઈ શકે કે નહિં ? એનો ખુલાસો આપશો.
જવાબ(૪૧૦–ર૦):–દર્શાવેલ છોકરી સાથે નિકાહ કરશે તો દુરૂસ્ત લેખાશે,માતાના ઉપરોકત કથનથી નિકાહમાં કોઈ વાંધો આવતો નથી,પરંતુ માતાની વસિય્યતનું ઉલંઘન (નાફરમાની) કરવાથી ગુનોહ લાગુ પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૯૯)
Log in or Register to save this content for later.