Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 275)
સવાલ(૪૦૮–૧૮):–નાબાલિગ છોકરા કે છોકરીના નિકાહ જાઈઝ છે કે નહિં ?
જવાબ(૪૦૮–૧૮):–નાબાલિગ છોકરા કે છોકરીના નિકાહ વાલીએ અથવા વડીલે પઢાવેલ દુરૂસ્ત લેખાશે,એટલે વાલી અથવા વડીલ છોકરા કે છોકરી તરફથી ઈજાબ (નિકાહની રજૂઆત) અને કબૂલ (નિકાહને માન્ય રાખવું) કરે તો નિકાહમાં કંઈ ઉણપ આવશે નહિં, નાબાલિગના ઈજાબ અને કબૂલ બાતલ છે,શરીઅત તેને માન્ય રાખતી નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૩૧૬. આલમગીરીઃ ૧/ર૮પ)
Log in or Register to save this content for later.