Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 285)
સવાલ(૪ર૬–૩૬):–રૂકૈયાની છોકરી આબેદા અને નવાસો ઉમર સાથે રમતાં હતાં, તે વખતે રૂકૈયાના ઘરમાં ઝઘડો થતો હતો ત્યારે રૂકૈયાએ કહયું કે લાવો બચ્ચાંને દુધ પીવાડું, તો એક બાઈએ ઉતાવળમાં રૂકૈયાને તેનો નવાસો દૂધ પીવાડવા ભુલથી આપી દીધો તો રૂકૈયાએ પોતાની છોકરી આબેદા સમજી દૂધ પીવડાવ્યું, પાછળથી જણાયું કે નવાસાને દૂધ પીવાડયું, હવે રૂકૈયા પોતાની પૌત્રી ઝુબેદાની શાદી,નવાસા ઉમર સાથે કરવા ચાહે તો શું એ જાઈઝ છે ?
જવાબ(૪ર૬–૩૬):–નવાસો ઉમર ભલે ભૂલથી દૂધ પીવાડવાથી રિઝાઈ છોકરો થયો,માટે રૂકૈયાની પૌત્રી ઝુબેદા સાથે નિકાહ (રિઝાઈ સગાઈના લઈ કાકા–ભત્રીજી થવાના કારણે) દુરૂસ્ત નથી,જેમકે સગા કાકા સાથે ભત્રીજીના નિકાહ હરામ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૦૧ તથા ૧૦પ. આલમગીરીઃ ૧/ર૭૭)
Log in or Register to save this content for later.