દસ વર્ષથી ઝકાત ન આપી તો ?

Chapter : ઝકાત

(Page : 250)

સવાલ(૩પ૩–પ૮):–  એક ભાઈએ દસ વર્ષથી લગભગ ઝકાત અદા કરી નથી તો બધાજ વર્ષની ઝકાત આપે કે ફકત એક વર્ષની ? નવ વર્ષો ઝકાત આપી નથી એટલી રકમનો કર્ઝદાર ગણવો કે નહિં ?

જવાબ(૩પ૩–પ૮):–  જયારે ઝકાત ફર્ઝ થઈ ગઈ બધા જ વર્ષોની ઝકાત આપવી પડશે,ઝકાત ખુદાપાક તરફથી ફર્ઝ છે, એટલી રકમનો કર્ઝદાર ગણાશે, એ ઝકાત માફ કે ઓછી થશે નહિં. દાખલા તરીકે પોતાની જરૂરત ઉપરાંત રૂપિયા ૧૦૦૦/– અંકે એક હજાર જમા હતા, દર વર્ષના રૂપિયા રપ/– લેખે દસ વર્ષના રપ૦/– રૂપિયા ઝકાત કાઢવી પડશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

(શામીઃ ૩/ ૧૯૧ તથા ૧૯ર. આલમગીરીઃ ૧/૧૭૦ ફતાવા દારૂલ ઉલૂમ)

Log in or Register to save this content for later.