દત્તક છોકરાના નિકાહ,પોતાની છોકરી સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 275)

સવાલ(૪૦૯–૧૯):–લેપાલક (દત્તક) છોકરો રાખી,તેનું નામ પણ સરકારી રજીસ્ટરમાં નોંધ કરાવ્યું છે, દત્તક છોકરા સાથે એ ભાઈ પોતાની છોકરીની શાદી કરાવવા ચાહે તો કરાવી શકે ?

જવાબ(૪૦૯–૧૯):–નિકાહ દુરૂસ્ત થશે,લેપાલક (દત્તક) છોકરો સગો ગણાતો નથી,માટે જેણે લેપાલક બનાવ્યો છે તે પોતાની છોકરીની શાદી,તેના સાથે કરાવી શકે છે.  ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ૪/૧૦૩)

Log in or Register to save this content for later.