Chapter : હજના વિવિધ મસાઈલ
(Page : 268)
સવાલ(૩૯૦–ર૦):– એક માણસે તવાફે વિદાઅ્ની નિય્યત કરી,અને તવાફનો એક ચકકર લગાવ્યો,ત્યાર બાદ સાથીઓના ચાલ્યા જવાના લઈ બીજા ચકકર છોડી સાથીઓ સાથે ચાલ્યો ગયો,તો તેના ઉપર શું વાજિબ છે ? તેમજ સાઉદી આરબમાં રહેનારા ઉપર તવાફે વિદાઅ્ વાજિબ છે કે નહિં ?
જવાબ(૩૯૦–ર૦):– તેના ઉપર દમ (હરમ શરીફમાં બકરી જબહ કરી ફકીરોને વહેંચવી) વાજિબ છે, તવાફે વિદાઅ્ વાજિબ છે. (શામીઃ ૩/૪૭૦.)
જો જિલહજ્જની બારમી પહેલાં થોભવાની નિય્યત કરી હોય તો તવાફે વિદાઅ્ વાજિબ નથી મુસ્તહબ છે,બારમીની બાદની નિય્યત કરી હોય તો તવાફે વિદાઅ્ વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૩/પ૪પ)
Log in or Register to save this content for later.