Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 279)
સવાલ(૪૧૭–ર૭):–એક સ્ત્રીની શાદી થયા પછી દોઢ વર્ષે તેનો ધણી બીજા ગામે ચાલ્યો ગયો છે,હવે તે સ્ત્રી બીજા નિકાહ કરવા માંગે છે,તો આ રીતે બીજા નિકાહ કરી શકે કે કેમ ?
જવાબ(૪૧૭–ર૭):–ધણીની તલાક લીધા વગર તેણી બીજા સાથે નિકાહ કરી શકતી નથી,નિકાહ કરશે તો નિકાહ હરામ લેખાશે,જેમકે કુર્આન શરીફમાં છે” વલ મુહસનાતિ મિનન્નિસાઈ ” અર્થાત નિકાહ હરામ છે,પરણેતર સ્ત્રીઓ સાથે જયાં સુધી નિકાહમાંથી છુટી જાય નહિં,જેથી તલાક પ્રાપ્ત કરવી જરૂરી છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૦૦. આલમગીરીઃ ૧/ર૮૦)
Log in or Register to save this content for later.