જીવન જરૂરિયાતની વિગત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 35)

મુસલમાનની અસલી અને બુનિયાદી હાજતોમાં આ વસ્તુઓનો સમાવેશ થશે : રહેવાનું ઘર, રણનાં સાધનો, પહેરવા–ઓઢવાનાં કપડાં (ત્રણ જોડ), દેવું, ઉદ્યોગ અને ખેતીનાં સાધનો (બળદ, ટ્રેકટર વગેરે), ઘરવપરાશનાં વાસણો અને ફર્નિચર, સવારી અને મુસાફરીનાં સાધનો, આલિમ માટે કિતાબો અને જે વિષયના માહિર (વિશેષજ્ઞ) માટે તે વિષયનાં પુસ્તકો, ભાડાની ટ્રક, ટેમ્પો, રિક્ષા, સાયકલો, ખાવા–પીવાની ચીજવસ્તુઓ.

જે માણસ પાસે નિસાબના પ્રમાણમાં રોકડ મૂડી જમા હોય અને તે ઝકાતનું વર્ષ પૂરું થવા છતાં તેની પાસે જમા હોય તો તેની ઝકાત આપવી પડશે, ભલેને ભવિષ્યમાં તેને ઘર, શાદી, હજ વગેરેમાં ખર્ચ કરવાની જરૂરત હોય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૮૯)

Log in or Register to save this content for later.