Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 292)
સવાલ(૪૪૪–પ૪):–દિકરીનું સાટું લેવું સામસામા સગપણથી જોડાય,પણ દિકરીવાળાએ શર્ત કરી કે હું દિકરી આપુ છું પણ તમારે તેના બદલામાં મને દિકરીનું સાટું કિવાં બદલા તરીકે દિકરી આપવી,શું એ જાઈઝ છે ?
જવાબ(૪૪૪–પ૪):–નિકાહમાં દિકરીનું સાટું લેવાની શર્ત,ફાસિદ છે,એવી શર્ત કરવી જોઈએ નહિં,પરંતુ એવી ફાસિદ શર્તથી નિકાહ ફાસિદ થશે નહિં, શર્ત વ્યર્થ થશે,જો બન્નેવ પક્ષવાળાઓ આટાસાટા (અદલા–બદલી) કરે કે મારી દિકરી તમારા દિકરા સાથે અને તમારી દિકરી મારા દિકરા સાથે એમ સગપણ કરવામાં કંઈ વાંધો નથી,એમાં પણ બન્નેવ છોકરીઓની મહેર અલગ અલગ નકકી કરવામાં આવે,અને જો દિકરીની મહેરના બદલામાં દિકરી આપવાનું નકકી ઠેરવવામાં આવશે તો નિકાહ ફાસિદ થશે, અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ એવા નિકાહ કરવાથી મનાઈ ફરમાવી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામી,૪/ર૩૭ હિદાયાઃ ર/૩ર૭.)
Log in or Register to save this content for later.