ગવાહોનું નામ નિકાહ વખતે ન લેવું.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 286)

સવાલ(૪ર૯–૩૯):–એક માણસના નિકાહ કાઝીએ પઢાવ્યા,પછી કેટલાક લોકોએ કહયું કે કાજીએ જે ચાર ગવાહો હતા અને હાજિરે મજલિસનું વર્ણન કર્યુ નથી તો શું એ નિકાહ સહીહ થઈ જશે ?

જવાબ(૪ર૯–૩૯):–દર્શાવેલ નિકાહ સહીહ ગણાશે,નિકાહમાં કંઈ ઉણપ નથી,અમૂક લોકોનો આક્ષેપ ખોટો છે,ઈજાબ અને કબૂલના સમયે ઓછામાં ઓછા બે ગવાહો શર્ત છે,ઈજાબ અને કબૂલમાં તેમનું નામ લેવું (બોલવું) જરૂરી નથી,બન્‍નેવ ગવાહોનું તે સમયે હાજર રહેવું જરૂરી હોય છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (હિદાયાઃ ર/૩૦૬. શામીઃ ૪/૮૭)

Log in or Register to save this content for later.