Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો
(Page : 302)
સવાલ(૪૬૭–૭૭):– લગ્ન વખતે દુલ્હાએ રેશમી કપડાં પહેરવાં અને આખા ગામને લઈ ફરીને દુલ્હનનાં ઘેર જતી વખતે કા’બા શરીફ તરફ મોઢું થાય એવી રીતે જવું અને એવી માન્યતા રાખવી જાઈઝ છે ?
જવાબ(૪૬૭–૭૭):– પુરૂષોએ રેશમી કપડાં પહેરવાં હરામ છે, જાઈઝ રીતે શરીઅતની હદમાં રહી સારા કપડાં પહેરવા, ઝિનત કરવી જાઈઝ છે, કિબ્લા રૂખ માર્ગે નિકાહ પઢવા જવું જરૂરી સમજવું બિલકુલ ખોટી માન્યતા છે, કોઈ પણ માર્ગે જઈ શકે છે, તેમજ કોઈ પણ દિશાની બાજુએ બેસી નિકાહ પઢી શકે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.