Chapter : મહેરનું વર્ણન
(Page : 304)
સવાલ(૪૭૧–૮૧):– એક સ્ત્રીએ એક પુરૂષને પોતાની જાત બક્ષી,તે વખતે મહેરની વાત થતાં પુરૂષે કહયું કે આપણે જાહેરમાં નિકાહ પઢીશું ત્યારે મહેરના નાણાં રૂા. ર૭,પ૦ અંકે (સાડી સત્તાવીસ) પુરા બાંધીશું, તો હજી જાહેરમાં નિકાહ થયા નથી,છતાં મજકૂર સ્ત્રી મહેર માંગવાની હકદાર છે કે કેમ ?
જવાબ(૪૭૧–૮૧ ):–તેણી મહેરની હકદાર છે, જો એકાંતમાં બન્નેવનો મેળાપ થયો હોય તો પુરી મહેર,નહિંતર અડધી મહેરની હકદાર છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૪/ર૩૩. )
Log in or Register to save this content for later.