Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 283)
સવાલ(૪ર૩–૩૩):–એક માણસે શાદી કરી,અને ફરી પાછી તેની સાળીના સાથે શાદી કરે તો શું આ શાદી જાઈઝ છે કે નહિં ? પહેલી ઓરતને ઔલાદ છે,તે છોકરીઓની શાદી થઈ ગઈ છે,હવે બીજી ઓરતની ઔલાદની સાથે કોઈ ભાઈ શાદી કરે તો શું થઈ શકે છે ? શું એ જાઈઝ છે ?
જવાબ(૪ર૩–૩૩):–બે બહેનોને નિકાહમાં ભેગી કરવી હરામ છે, જેમકે કુર્આન શરીફમાં છે ”વ અન તજમઉ બય્નલ ઉખ્તૈન” આથી સાળી સાથે નિકાહ,તેની બહેન નિકાહમાં હોવાની હાલતમાં બાતિલ લેખાશે. સંભોગ હરામ અને ઔલાદ હરામી કહેવાશે, એવી હરામી ઔલાદ,હલાલીની કુફૂ (બરાબર) ગણાશે નહિં, તે છતાં શરીઅતની વીધી મુજબ (બે ગવાહો સમક્ષ ઈજાબ અને કબૂલ કરવા સાથે) નિકાહ કરશે તો નિકાહ દુરૂસ્ત લેખાશે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૧પ તથા ૧૧૬. આલમગીરીઃ ૧/ર૭૭)
Log in or Register to save this content for later.