Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.
(Page : 282)
સવાલ(૪રર–૩ર):–મારો ભાણેજ દાઉદી વ્હોરા કૌમની છોકરી સાથે શાદી કરવા ચાહે છે, તેણી ભણેલી છે પરંતુ પોતાના મઝહબથી વધુ વાકિફ નથી, છોકરી પોતાનો મઝહબ ઈસ્લામ હોવાનું સ્વીકારે છે,અને કલિમો પણ પઢે છે,પરંતુ તેણીનું કહેવું છે કે પોતે પોતાના માં–બાપ ભાઈ વિગેરેથી અલગ ન પડી જાય તે માટે મારો ભાણેજ દેખાવો અને બતાવવા ખાતર પોતાના વડા મુલ્લાંજીથી મિષાક લેવાનું અને તેમના હાથે (નિકાહ) પઢાવવાનું કહે છે તો શરીઅતનો શું હુકમ છે?
છોકરી પોતાના અકીદા પર અને છોકરો પોતાના અકીદા પર રહી નિકાહ કરે તો જાઈઝ છે ? છોકરીને કલિમો પઢાવવો હોય તો કેટલા સાક્ષીઓ જોઈએ ? છોકરી ભણેલી છે,માટે દલીલો સાથે જવાબ આપશો.
જવાબ(૪રર–૩ર):–દર્શાવેલ ઉકત વિધીથી એટલે વડા મુલ્લાંજીનું મિષાક લેવું અને દાઉદી વ્હોરા છોકરી સાથે નિકાહ પઢવામાં ઈમાન જવાનો ભય છે, અમૂક રાફઝીયોના અકીદા (માન્યતાઓ) કુફ્રિયહ છે,જેમકે હઝરત અલી (રદિ.) ને ખુદા માને છે, હઝરત સિદ્દીક (રદિ.) ના સહાબી હોવાને નકારે છે, હઝરત આયશા (રદિ.) ઉપર ઝિનાની તોહમત લગાવે છે,એવી માન્યતાવાળી છોકરી સાથે નિકાહ દુરૂસ્ત નથી જો સદરહુ છોકરી સાથે જ નિકાહ પઢવા હોય તો તેણીને પાકી મુસલમાન બનાવી,ઈસ્લામી વિધીસર નિકાહ કરે.
તા.ક.: છોકરી ખાતર ઈમાન બગાડે નહિ. વલ્લાહુ આ’લમ.
(શામીઃ ૪/૧૩પ)
Log in or Register to save this content for later.