શહેરમાં અનેક જગ્યાએ જુમ્આ

Chapter : જુમ્આની નમાઝ

(Page : 209)

સવાલ(ર૬૧–૧૪૧):–     અમારા વિરમગામ માં પહેલાં એક મસ્જિદમાં જુમ્‍આનો ખુત્બો પઢવામાં આવતો હતો,પરંતુ ઘણાં વખતથી જુમ્‍આની નમાઝ આ મસ્જિદમાં બંધ કરી દીધી છે.અમારા શહેરમાં કુલ પાંચ મસ્જિદમાં જુમ્‍આની નમાઝ થાય છે,તેમાં ચાર મસ્જિદોમાં બિદઅતી ઈમામ છે,ત્યાં તેમની મરજી માફક ખુત્બો વિગેરે થાય છે,તો હવે હમારે ફરી જુમ્‍આની નમાઝ આ મસ્જિદમાં ચાલુ કરવી છે,તો તેનો હુકમ જણાવશો ?

જવાબ(ર૬૧–૧૪૧):–     વિરમગામ જેવા શહેરમાં અનેક મસ્જિદોમાં જુમ્‍આનો ખુત્બો પઢવામાં કંઈ વાંધો નથી,જેથી દર્શાવેલ મસ્જિદમાં જુમ્‍આની નમાઝ પછી ચાલુ કરવામાં કાંઈ વાંધો નથી,બલ્કે લખેલ અનુસાર બેહતર છે, હિકમતથી શરૂ કરવામાં આવે,વિખવાદ થવા પામે નહિ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧પ)

Log in or Register to save this content for later.