Chapter : કઝા નમાઝ
(Page : 192)
સવાલ(રર૧–૧૦૧):– મારી વીસ વરસની નમાઝો અને પચ્ચીસ વરસના રોઝા જવાની માં ગફલતથી જતા રહયા,મને હાર્ડની બીમારી છે,થોડા મહીનાથી બિસ્તરમાં છું,ઉઠવા બેસવાની તાકત નથી,તો હવે શું કરવુ ?
જવાબ(રર૧–૧૦૧): – છુટેલ નમાઝ,રોઝા માટે હુકમ એ છે કે જયાં સુધી કઝા કરવાની તાકત હોય તેને કઝા કરવી જરૂરી છે, ફિદયો દેવો બસ થશે નહિં,પરંતુ જો બીમારીમાં ફસાય ગયા અને સારા થવાની ઉમ્મીદ નથી તો પોતે ફિદયો આપે,અથવા વસિય્યત કરે, એક રોઝાનો ફિદયો એક કિલો અને ૬૩૩ ગ્રામ ઘઉં છે.અને એક ફર્ઝ નમાઝનો ફિદયો પણ એજ છે, રાત–દિવસમાં કુલ છ નમાઝ છે, કારણ કે વિતર અલગ નમાઝ ગણાશે; એટલે રાત દિવસની છ નમાઝો માટે ૯ કિલો અને ૭૯૮ ગ્રામ ઘઉં આપવા પડશે,જો પોતે ફિદયો આપે,અને તે પછી કઝા રાખવાની તાકત હાસલ થઈ જાય તો અદા કરેલો ફિદયો બાતિલ ગણાશે,અને કઝા રાખવું જરૂરી નથી, કરશો તો બીજી વાર ફિદયો અદા કરવું અને વસિય્યત કરવું જરૂરી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૩ર)
Log in or Register to save this content for later.