Chapter : સફરની નમાઝ
(Page : 203)
સવાલ(ર૪૯–૧ર૯):– આપણી મુસાફરીમાં રેલ્વે ટ્રેનમાં જતા હોય અને નમાઝનો વખત થાય,અને ગાડીમાં ઘણી જ ભીડ હોય તો પછી નમાઝ કેમ કરીને પઢવી ? અને માનો કે જગ્યા પણ હોય ચાલુ ગાડીમાં ઉભા ઉભા નમાઝ પઢવાની ઘણી જ તકલીફ પડે છે,ગાડીમાં આંચકા લાગવાથી આમતેમ ડાલમ ડોલ થાય છે,ને જો ગાડી ઉભી રહે ત્યારે તો પડી જ જવાય છે,એટલે ગાડીમાં નમાઝ ન પઢે અને પછી કઝા પઢે તો ચાલે કેમ ? નમાઝ કઝા ન કરવી તો કેમ ? અને કેવી રીતે કરવી ?
જવાબ(ર૪૯–૧ર૯):– રેલ્વે મુસાફરીમાં ઉકત કારણે કઝા કરી શકાય નહિં,વખતમાં જ અદા કરે,મોટા જંકશન (જયાં ગાડી વધુ થોભે છે) ઉતરીને નમાઝ પઢી લે,જો ઉતરવામાં ભય (ચોરી વિગેરે) હોય તો ગાડીમાં પઢે, ઉભા પઢવામાં પડી જવાનો ભય હોય તો બેસીને પઢે,વિના ઉજરે બેસીને પઢે નહિં,જો ભીડના કારણે રૂકૂઅ–સિજદા ન કરી શકાય તો ઈશારાથી પઢે,સારાંશ કે નમાઝ છોડે નહિં. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/૪૮૯)
Log in or Register to save this content for later.