બોર્ડિંગમાં ઝકાત વાપરવી.

Chapter : ઝકાત

(Page : 240)

સવાલ(૩૩૦–૩પ):– હમારી સંસ્થા બોર્ડિંગ ચલાવે છે,બોર્ડિંગમાં બહાર ગામના વિદ્યાર્થીઓ રહીને હમારી સ્કુલમાં દુન્યવી તા’લીમ લે છે,બોર્ડિંગમાં રહી અભ્યાસ કરતાં બોર્ડરો,બોર્ડિગને ખોરાકી ફી માસિક આખી ફી રૂપિયા ૬પ/– અર્ધી ફી રૂપિયા ૩પ/– તથા માફી વાળા વિદ્યાર્થીઓ પણ રહે છે, ખરેખર એક છોકરા દીઠ માસિક ખોરાકી ખર્ચ હમોને રૂપિયા ૧૧૦/– લગભગ આવે છે, આખી ફી લેતાં પણ અમને છોકરા દીઠ રૂપિયા ૪પ/– માસિક નુકશાન જાય છે,એ નુકશાની ભરપાઈ કરવા હમો ચંદો કરીએ છીએ, ચંદામાં ઘણો જ ભાગ ઝકાત,સદકા,ફિત્રા જેવો આવે છે,લિલ્લાહ રકમ નજેવી હોય છે,અનાજ અને બકરા જેવી વસ્તુઓ પણ સદકાની જ હોય છે,તો આ પ્રમાણે સદકાની રકમ તેમજ બકરાનો ઉપયોગ સહીહ છે ?

જવાબ(૩૩૦–૩પ):–  સદકએ વાજિબહ (ઝકાત,ફિત્રો વિગેરે) મસ્રફને જ (ગરીબ હકદારને જ આપી શકાય,નહિં તો અદા થશે નહિં,ઉકત સંસ્થાની ઘટતી રકમની ખોટ ઝકાત,ફિત્રાના પૈસાથી હીલા વગર પુરી શકાય નહિં, હીલાની રીત કોઈ ગરીબને લિલ્લાહ રકમમાંથી કર્ઝ આપીને કહેવામાં આવે કે ઉકત સંસ્થામાં આપી દો,પછી તેને ઝકાતની રકમ આપી કર્ઝ વસૂલ લેવામાં આવે,બીજી રીત ગરીબ બોર્ડરો (માફી વાળા) ને ઝકાત આપીને ફીસ પેટે વસૂલ કરવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ ૩/૧૯૦ તથા ર૯૩. આલમગીરીઃ ૧/૧૮૮)

Log in or Register to save this content for later.