Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 224)
સવાલ(ર૯પ–૧૭પ):– બેહિશતી ઝેવરમાં છે કે તકિયો અથવા એના જેવી નરમ વસ્તુના ઉપર સિજદો અદા થતો નથી, મતલબ કે સિજદામાં જમીનની સખ્તી પેશાની ઉપર મેહસૂસ થવી જરૂરી છે તો પછી ઘણી સફો (નમાઝના મુસલ્લા) તકિયા જેવા જ જાડા હોય છે, સિજદો કરવાથી અંદર માથુ ચાલી જાય છે જમીનની સખ્તી મેહસૂસ થતી નથી તો આટલી જાડી સફો રાખવી કે નહિં?
જવાબ(ર૯પ–૧૭પ):– રૂ–રબર જેવી નરમ વસ્તુ (જેમાં માથુ ઘુસી જાય) ઉપર સિજદો કરવો દુરૂસ્ત નથી, પેશાની ઠરે એવી સખ્ત હોવી જોઈએ, મુસલ્લા તથા સફોના પણ એ જ હુકમ લાગુ પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/ર૦૬)
Log in or Register to save this content for later.