ઝકાત આપવા માટે પતિ પાસેથી રકમ લેવી ?

Chapter : ઝકાત

(Page : 231)

સવાલ(૩૦૯–૧૪):–  પોતાની પત્નિની જણસોની ઝકાત પતિએ આપવી કે પત્નિએ ? જો પત્નિએ ઝકાત આપવાની હોય તો ઝકાત આપવાના પૈસા પોતાના માં–બાપ પાસેથી લેવા કે પતિ પાસેથી લેવા ?

જવાબ(૩૦૯–૧૪):– સ્ત્રી પાસે પોતાની માલિકીનું ઘરેણું હોય તો તેણી ઉપર વર્ષ વિતવાથી ઝકાત આપવી ફર્ઝ થશે,કારણ કે ઝકાત તેણી પર ફર્ઝ છે, તેના પતિ પર નહિં,જો ઘરેણાં ધણીની માલિકીના હોય અને સ્ત્રીને માત્ર પહેરવા આપ્યા હોય (જેમકે ગુજરાતમાં આમ રિવાજ છે.) તો તેની ઝકાત ઘણીએ અદા કરવી જરૂરી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ ૩/૧૭૪ આલમગીરીઃ ૧/૧૭ર હિદાયાઃ ૧/૧૮પ)

Log in or Register to save this content for later.