ઝકાતમાંથી લાગત ખર્ચ વસૂલી લેવો.

Chapter : ઝકાત

(Page : 239)

સવાલ(૩ર૬–૩૧):–  અમારે ત્યાં એક મુસ્લિમ સોસાયટી છે,જેનો મુખ્ય ઉદ્દેશ ગામનાં મુસ્લિમોની તન,મન અને ધનથી બનતી મદદો કરવાનો છે,એ સંસ્થામાં ઝકાત,કુર્બાનીના ચામડા,પૈસા અને લિલ્લાહ રકમો વિગેરે જમા રહે છે,એ પૈસામાંથી અનાજ અને કાપડ અને રોકડ રૂપિયાની મદદ કરવામાં આવે છે,અનાજ અને કાપડ બહાર ગામથી લાવવામાં ગાડી–ભાડું વિગેરેનો ખર્ચ તથા મજૂરીનો ખર્ચ જે થાય છે,એ ખર્ચ ઝકાત અને ચામડાનાં નાણાંમાથી લઈએ તો ચાલી શકે કે નહિં ? અને એ ખર્ચ કયા પૈસામાંથી લઈ શકાય ?

જવાબ(૩ર૬–૩૧):–   લાગત ખર્ચ (ગાડી ભાડુ,વાહન ભાડુ,મજૂરી વિગરે) વાજિબ સદકા (ઝકાત,ફિત્રા વિગેરે) ના ફંડમાંથી વસૂલ લેવો જાઈઝ નથી,જો એ ખાતામાંથી દેવામાં આવશે તો એટલી ઝકાત અદા થશે નહિં,લિલ્લાહ ફંડમાંથી આપી શકાય,એમાં વાંધો નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.