ઘરેણાંની ઝકાત પતિ પર કે પત્નિ પર ?

Chapter : ઝકાત

(Page : 232)

સવાલ(૩૧૦–૧પ):–  એક સ્ત્રી પોતાના બાપના ઘરેથી સોનાના અમુક દાગીના લાવી છે,એ સોના પર ઝકાત વાજિબ થતી હોય તો એ સોનાની ઝકાત ચૂકવવા (અદા કરવા) શરીઅતની રૂએ તે સ્ત્રીનો પતિ બંધાયેલો છે ? જો પતિ ઝકાતના નાણાં ચુકવવાનો ઈન્કાર કરે તો ગુનેહગાર થશે ખરો ? અને જો સ્ત્રી પોતાના તરફથી પતિના દાગીનાની રકમ રાજી ખુશીથી અદા કરે તો સ્ત્રી તરફથી ઝકાત અદા થયેલ ગણાશે ?

જવાબ(૩૧૦–૧પ):–  જણસોની માલિક સ્ત્રી હોવાથી તેણીએ ઝકાત આપવી પડશે. ધણી,એ રકમ આપવા–ઝકાત અદા કરવા બંધાયલો નથી, જેથી આપવા ઈન્કાર કરે તો ગુનેહગાર થશે નહિં,અલબત્ત જો ઘણી તેણીની રજા લઈને ઝકાત આપે તો અદા થઈ થશે.રજા વગર ઝકાત આપી શકાય નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ ૩/૧૭૪)

Log in or Register to save this content for later.