ખુત્બામાં લાઉડ સ્પિકરનો ઉપયોગ.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 212)

ખુત્બામાં લાઉડ સ્પિકરનો ઉપયોગ.

સવાલ(ર૬૬–૧૪૬):–     ખુત્બા વખતે લાઉડ સ્પિકરનો ઉપયોગ કરવો સહી છે કે નહિં ? બેહતર અને અફઝલ શું છે ? લાઉડ સ્પિકરથી ખુત્બાનો અવાજ ગામમાં જાય તો સ્ત્રીઓ તથા બીજા સાંભળનારાઓ જે મસ્જિદમાં નથી, તેઓના ઉપર અદબથી ખુત્બો સાંભળવો જરૂરી છે કે નહિં ? બેહતર અને અફઝલ શું છે ?

જવાબ(ર૬૬–૧૪૬):–     ખુત્બામાં લાઉડ સ્પિકરનો ઉપયોગ સર્વાનુમતે જાઈઝ છે,પરંતુ વિના જરૂરતે એટલે લાઉડ સ્પિકર વિના ખતીબનો અવાજ નમાઝીઓને પહોંચી જતો હોય તો બેહતર નથી,જરૂરતના સમયે વાપરવું બેહતર છે,અઝાનમાં મુતલકન (કોઈ પણ શર્ત વિના) વાપરવું અફઝલ છે કારણ કે એમાં નમાઝના ટાઈમનું એ’લાન મકસૂદ (હેતુ)  છે,નમાઝમાં મના છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.             (ઈમદાદુલ ફતાવાઃ૧/૮૧૯)

Log in or Register to save this content for later.