Chapter : ઈમામ પાછળ કિરાઅત પઢવી
(Page : 182)
સવાલ(૧૯૮–૭૮):– નમાઝમાં કિરાઅત કુર્આન પઢવું ફર્ઝ છે? સૂરએ ફાતિહા ફર્ઝ છે? પછી જે આયતો અથવા સૂરત પઢે તે ફર્ઝ છે?
જવાબ(૧૯૮–૭૮):– હનફી સરણીમાં એકલા મુસલ્લી પર કિરાઅત, મોટી એક આયત અથવા નાની ત્રણ આયતો ફર્ઝ નમાઝની બે રકાતમાં અને નફલ નમાઝની સર્વે રકાતોમાં ફર્ઝ છે, તેમજ બીજી સૂરત મેળવવી ફર્ઝની બે રકાતોમાં અને નફલની સઘળી રકાતોમાં વાજિબ છે. ઈમામ પાછળ મુકતદી ઉપર સદંતર કિરાઅત ફર્ઝ નથી, બલ્કે ઈમામની કિરાઅત મુકતદી માટે કાફી છે. બીજા ઈમામોના નજદીક ઈમામ પાછળ પણ મુકતદી ઉપર ફાતિહા ફર્ઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૧૩૩, હિદાયાઃ૧/૧૪૭)
Log in or Register to save this content for later.