Chapter : રોઝાના મકરૂહ કામો
(Page : 57 to 59)
મોઢામાં થૂંક જમા કરી ગળી જવું
મોઢામાં થૂંક જમા કરી ગળી જવું એ રોઝાની હાલતમાં મકરૂહ છે. ભલે, તેનાથી રોઝહ તૂટતો નથી. (કિતાબુલ મસાઈલ : ર/૯પ)
રોઝામાં કોઈ વસ્તુ ચાખવી યા ચાવવી
મજબૂરી અને ઉઝર વગર રોઝામાં કોઈ ચીજ–વસ્તુ ચાખવી અથવા ચાવવી રોઝામાં મકરૂહ છે.
નોંધ : આ કરાહત ઉઝર અને મજબૂરી ન હોવા પર મોકૂફ (સ્થગિત) છે, એટલા માટે જો કોઈ ઓરતનો ધણી બદમિજાઝ છે અને ખાવા ખરાબ થવા પર તેના ક્રોધિત હોવાનો ભય હોય તો તેને ખાણું બરાબર છે કે નહિ તેવું ચાખવાની ઈજાઝત છે અને આવી શકલમાં રોઝહ મકરૂહ નહિ થાય.
આવી જ રીતે નાના છોકરાને રોટલી ચાવીને ખવરાવવાની જરૂરત હોય અને રોઝાદાર ઓરત સિવાય ત્યાં કોઈ જરૂરતને પૂરી કરનાર ન હોય તો તેને ચાવીને દઈ શકે છે, પરંતુ આ યાદ રહે કે ચાખવા અને ચાવવામાં કોઈ હિસ્સો ગળાની નીચે ન ઊતરે, નહિતર રોઝહ જતો રહેશે. (કિતાબુલ મસાઈલ : ર/૯પ)
પત્નીથી દિલલગી કરવી
રોઝાની હાલતમાં પત્નીથી દિલલગી કરવી મકરૂહ છે, જયારે કે સંભોગ અથવા વીર્ય નીકળી જવાનો ભય હોય. (કિતાબુલ મસાઈલ : ર/૯૬)
રોઝામાં જાણીજોઈને થકાવી દેનાર કામો કરવા
દરેક તેવું કાર્ય જેનાથી એટલી કમજોરીનો ખતરો હોય કે રોઝહ તોડવો પડશે, મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૬)
રોઝામાં ગુનાહિત કૃત્ય કરવું
રોઝાની હાલતમાં ટેલિવીઝન જોવાની મનાઈ છે, કારણ કે ટેલિવીઝનમાં જાનદારોની તસવીરો અને અશ્લીલ– બીભત્સ દ્રશ્યો મોટા ભાગે જોવા મળે છે, જેને નિહાળવા ગુનાહિત કૃત્ય છે અને રોઝાની હાલતમાં દરેક ગુનાહનું કામ કહેણી અને કરણીથી હોય રોઝાને મકરૂહ બનાવી દે છે અને રોઝાના સવાબને બાતિલ કરી દે છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૬, બયાને મુસ્તફા : રપ–જુલાઈ– ર૦૧ર)
કુલ્લી અને નાકમાં પાણી ચઢાવવામાં અતિશયોક્તિ કરવી
કુલ્લી કરવામાં અને નાકમાં પાણી ચઢાવવામાં મુબાલગહ (અતિશયોક્તિ–અત્યુક્તિ) કરવાથી રોઝહ મકરૂહ થઈ જાય છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૬)
Log in or Register to save this content for later.