સમય પહેલાં અઝાન આપવી.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 152)

સવાલ(૧૩પ–૧પ) મેં ભૂલથી અસરની અઝાન ૪–૪પ વાગ્યે આપી દીધી, હવે અસરની અઝાનનો ખરો ટાઈમ હાલમાં પ–૩૦ (સાડા પાંચ) છે, તો એ અઝાન સહીહ લેખાશે કે નહિં ? ફરી પાછી અઝાન આપવી જરૂરી છે ? નમાઝ સહીહ થશે કે નહિં ?

જવાબ(૧૩પ–૧પ) અઝાન નમાઝના ટાઈમનું એ’લાન છે,જેથી વખત શરૂ થયા બાદ દેવામાં આવે,તે પહેલાં દુરૂસ્ત નથી,ફરીથી દોહરાવવી પડશે, આજ કાલ ૪–૪પ વાગે અસરનો ટાઈમ થતો નથી,જેથી એ અઝાન માન્ય નથી,ફરી દેવી જોઈએ,નહીં તો નમાઝ અઝાન વિનાની થશે.પરંતુ નમાઝ ફાસિદ થશે નહિં કે જેથી નમાઝ લોટાવવી પડે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૦. હિદાયાઃ ૧/૯૧.)

Log in or Register to save this content for later.