Chapter : અઝાન અને નમાઝનો વખત
(Page : 150)
સવાલ(૧૩૧–૧૧) અત્યારે દરેક મસ્જિદોમાં જે દાએમી મુહમ્મદી તકવીમ રાખવામાં આવે છે,એના અંદર સુબ્હે સાદિક,ઝવાલે આફતાબ,અસરે હનફી, ગુરૂબે આફતાબ, અને ઈશાએ હનફીના ટાઈમો બતાવ્યા છે,તો ઉપર જણાવેલા દાએમી મુહમ્મદી તકવીમના જણાવેલ ટાઈમ મુજબ કેટલી મિનિટ પછી અઝાન આપવી જોઈએ,અને તુલૂએ આફતાબના જણાવેલ ટાઈમ દાખલા તરીકે ૬ કલાક રર મિનિટ છે,તો એ હિસાબે કેટલી મિનિટ પહેલા ફજરની જમાઅત કરવી જોઈએ ?
જવાબ(૧૩૧–૧૧) ઉકત તકવીમમાં હનફી સરણી મુજબ નમાઝોના ટાઈમનો આરંભ સુચવવામાં આવ્યો છે,એટલે એથી પહેલાં અઝાન દેવી નહિં, અઝાન દુરૂસ્ત લેખાશે નહિં,એનો મતલબ આ નથી કે ટાઈમ થતાં જ અઝાન પઢવી જરૂરી છે, હનફી મઝહબમાં મગરિબ સિવાય નમાઝોમાં તા’ખીર (વિલંબ) મુસ્તહબ છે. જમાઅતના ટાઈમ અગાઉ પંદર વીસ મિનિટ પહેલાં અઝાન આપે,સુર્યોદય પહેલાં અર્ધો કલાક ફજરની જમાઅત કરવી જોઈએ કે કદાચ ફાસિદ થાય તો લોટાવી શકાય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરી : ૧/પ૩ )
Log in or Register to save this content for later.