Chapter : અઝાન અને નમાઝનો વખત
(Page : 151)
સવાલ(૧૩૩–૧૩) હમારે ત્યાં જુમ્આની અઝાન ઝવાલ પહેલાં થાય છે,હમારે ત્યાંના મોલવી સાહેબ કહે છે કે એમાં વાંધો નથી,તેમજ બીજા અમુક માણસો પણ એમ જ કહે છે,તો ખરો વખત શું છે ? તે જણાવશો.
જવાબ(૧૩૩–૧૩) જુમ્આની અઝાન ઝવાલ બાદ પઢવી જોઈએ, ઝવાલ થી ટાઈમ શરૂ થાય છે.અઝાનનો હેતુ ટાઈમનું એલાન (જાણ કરવું) છે,જેથી ઝવાલ અગાઉ દુરૂસ્ત નથી,ઝવાલ બાદ ફરીથી અઝાન પઢવી પડશે,નહિંતર નમાઝ,અઝાન વિનાની થશે. મોલ્વી સાહેબ તથા અમુક લોકોનું કહેવું ખરૂ નથી,જુમ્આની અઝાનનો પણ એજ હુકમ છે,ટાઈમ થવા બાદ દેવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.( શામીઃ ૩/૧૮. હિદાયાઃ૧/૧૬૮)
Log in or Register to save this content for later.