Chapter : અઝાન અને નમાઝનો વખત
(Page : 153)
સવાલ(૧૩૬–૧૬) એક મસ્જિદમાં ઈજતેમાં રાખવામાં આવ્યો છે, ઈજતિમાનો ટાઈમ મગરિબની નમાઝ બાદથી ઈશાંની નમાઝ સુધી રાખવામાં આવ્યો છે, ઈજતિમાના લઈને ઈશાંનો ટાઈમ ૮–૧પ ને બદલે ૯–૧પ નો રાખ્યો છે,આ ટાઈમ રાખવાથી ઘણાં નમાઝીઓ નારાજ છે,આવી રીતે દર અઠવાડીયે થયા કરે છે, નમાઝનો ટાઈમ ઘટાડવો કે વધારવો યોગ્ય છે ?
જવાબ(૧૩૬–૧૬) નમાઝોના જે ટાઈમ નકકી કરવામાં આવ્યા હોય તે જ ટાઈમસર નમાઝની જમાઅત કરવી યોગ્ય છે,જો બધા નમાઝીઓ ઈજતિમાઅના કારણે ટાઈમ ફેરફાર કરવા ઉપર રાજી હોય તો વાંધો નથી, નહિંતર નકકી કરેલ ટાઈમ પર નમાઝ ન થવાથી નમાઝીઓમાં નારાઝી ઉત્પન્ન થવા તેમજ જમાઅત ઓછી થવાનો સંભવ રહેશે,નમાઝ તેના વખત પર થાય અને ફરી પાછા ઈજતિમા કરી શકે છે, એમાં જમાઅત તુટવાનો અંદેશો રહેશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૮૩)
Log in or Register to save this content for later.