અસર અને મગરિબમાં અંતર.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 150)

સવાલ(૧૩૦–૧૦) હાલમાં આપ સાહેબને ત્યાં અસરની અઝાન કેટલા વાગ્યે થાય છે ? અસર અને મગરિબમાં કેટલા કલાકનું અંતર હોવું જોઈએ ?

જવાબ(૧૩૦–૧૦) હનફી સરણીમાં અસરની નમાઝમાં તાખીર (વિલંબ) મુસ્તહબ છે,અને સુર્ય ફિકકો તથા પીળો પડે ત્યાં સુધી તાખીર મકરૂહે તહરીમી છે. જેથી આલિમોએ લખ્યું છે કે સુર્યાસ્ત અગાઉ દોઢ કલાક અસરની નમાઝ પઢી લેવી જોઈએ,એટલે અસર મગરિબનું અંતર દોઢ કલાક હોવું જોઈએ,આઠ દસ મિનિટ ઓછું વધતું થાય તેમાં વાંધો નથી,આજે હમારે ત્યાં ૪–૪પ અસરની અઝાન થાય છે,અને પાંચ વાગે જમાઅત ઉભી થાય છે.  ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવાઃ ૧/૯૮)

Log in or Register to save this content for later.