અઝાનનું સ્વપ્નું જોનાર સહાબી.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 154)

સવાલ(૧૩૯–૧૯) કયા સહાબીને અઝાનનો ખ્વાબ આવ્યો હતો ?અને કયા સહાબીએ હુઝૂર (સ.અ.વ.) ને અઝાન પહેલાં સંભળાવી ?

જવાબ(૧૩૯–૧૯) અઝાનનું સ્વપ્નું જોનાર સહાબી,હઝરત અબ્દુલ્લાહ બિન ઝૈદ (રદિ.) છે. (રિવાયતમાં છે કે) ખ્વાબમાં પોતાના હાથમાં નાકૂસ લઈ પસાર થયા,મેં ખરીદવા વિનંતી કરી તો તેમણે પુછયું કે શા કામ માટે ખરીદો છો ? મેં કહયું કે લોકોને નમાઝ માટે બોલાવીશું, તેમણે કહયું એનાથી બેહતર વસ્તુ તમને ન બતાવું ! ? મેં કહયું જરૂર બતાવો,પછી તેમણે અઝાનના વાકયો શીખવ્યા,સવારે ઉઠીને ઉકત ખ્વાબ હુઝૂર (સલ.) ને સંભળાવ્યો,આપ (સલ.) એ ફરમાવ્યું ‘‘એ સાચોજ ખ્વાબ છે, ઈન્શાઅલ્લાહ, હઝરત બિલાલ (રદિ.) સાથે ઉભા રહો અને તમે ખ્વાબમાં જે શબ્દો સાંભળ્યાં છે તે (હઝરત) બિલાલ (રદિ.)ને શીખવાડો તેઓ અઝાન કહેશે કારણ કે તમારાથી તેઓનો અવાજ ભારે છે. (અબુ દાઉદ શરીફઃ પેજ–૭૧ તથા ૭ર)

Log in or Register to save this content for later.