અઝાન,નમાઝમાં લાઉડ સ્પીકર.

Chapter : અઝાન અને નમાઝનો વખત

(Page : 151)

સવાલ(૧૩ર–૧ર) હમારા ગામમાં અઝાનના માટે લાઉડસ્પીકર (માઈક) નો ઉપયોગ થાય છે,પરંતુ માઈકનો ઉપયોગ પાંચો નમાઝો, જુમ્‍આ ની નમાઝ,ઈદોની નમાઝ,અને ખુત્બા માટે કરવો જાઈઝ છે કે નહિં ? ઈમામ સાહબનો અવાઝ દરેક નમાઝ અને ખુત્બા વખતે મુસલ્લીઓને પહોંચી રહે છે, પાછળ બીજા મુકબ્બિર રાખવાની જરૂર પડતી નથી,એવી હાલતમાં માઈકનો ઉપયોગ કરવું કેમ છે ?

જવાબ(૧૩ર–૧ર) જયારે કિરાઅત અને ખુત્બાનો અવાઝ સર્વે શ્રોતાજનો સુધી પહોંચી જાય છે તો લાઉડસ્પીકરનો ઉપયોગ સર્વાનુમતે જાઈઝ નથી.એમાં કોઈનો મતફેર નથી,આપણાં પુર્વજોની સંપુર્ણ તાબેદારી એમાં જ છે કે નમાઝ જેવી મહત્વ ઈબાદત સારી રીતે અદા કરવામાં આવે,એ છોડી કિતાબીયોનો તરીકો ઈખ્તિયાર કરવો યોગ્ય નથી,વળી એનાથી ખુશૂઅ– આજિઝી જે નમાઝની રૂહ છે તેમાં ખલલ આવે છે,એ અનુલક્ષીને કિરાઅત વધુ જોરથી પઢવાની મનાઈ આવેલ છે,મધ્યમ અવાઝે પઢવાનો હુકમ આપ્યો છે. કુર્આન શરીફમાં છે ” વલા તજહર બિ સલાતિક વલા તુખાફિત બિહા વબ્તગે બય્ન જાલિક સબીલા.”

                હઝરત શાહ વલિયુલ્લાહ મુહદ્દિષ દેહેલ્વી(રહ.) ફરમાવે છે કે ઈબાદતોમાં તહરીફે દીન (ધર્મ બગાડવો) ની બીમારીમાં કિતાબી આબિદો સંડોવાયા હતા. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(હુજજતુલ્લાહિલ બાલિગહઃ૧/રર૯)

Log in or Register to save this content for later.